આપ સૌ જ્ઞાનપ્રેમી વાચક મિત્રો સમક્ષ *જૂન મહિનાનો 'વિદ્યાધનમ્' ઈ-મેગેઝિનનો અંક ૨૭* પ્રસ્તુત કરતાં મને અતિશય "ગર્વ અને હર્ષની લાગણી" અનુભવાઈ રહી છે. મને સંપૂર્ણ આશા છે કે આ અંક પણ આપના જીવનમાં તેમજ શિક્ષણ જગતમાં નવી દિશા આપશે અને ઉપયોગી નીવડશે.
'વિદ્યાધનમ્' નો પ્રત્યેક અંક જ્ઞાનના પ્રસાર અને વિચાર ક્રાંતિનો પ્રયાસ છે. જોકે, માનવીય પ્રયાસોમાં ભૂલચૂકની સંભાવના રહેલી હોય છે. આ અંકમાં જો કોઈ પણ ભૂલચૂક રહી ગઈ હોય, તો તે બદલ હું ક્ષમાપ્રાર્થી છું. આપના અમૂલ્ય પ્રતિભાવો સદાય આવકાર્ય છે, અને તમારા રચનાત્મક સૂચનોને ધ્યાનમાં રાખીને આવતા અંકમાં ચોક્કસપણે સુધારો કરવા માટે હું કટિબદ્ધ રહીશ.
મારો એક જ ધ્યેય છે કે આપના મૌલિક વિચારો સદાય બીજા માણસો સુધી પહોંચે અને તેમને જીવનમાં ઉપયોગી થાય. આ માટે હું હંમેશા પ્રયાસ કરતો રહીશ, કારણ કે,
"તમારા વિચારો જ તમારી તાકાત છે."
આ અંકમાં સમાવિષ્ટ લેખો લેખકના પોતાના વિચારો છે, જેની સાથે પ્રકાશક કે તંત્રી સહમત છે તેવું માનવું નહીં. 👏🏻👏🏻
આ વિદ્યાધનમ્ ઈ-મેગેઝિન માટેના આપના અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો " 9712824892 " પર જરૂર મોકલશો.
આ મેગેઝિન સાથે જોડાવવા માટેની લિંક :
https://chat.whatsapp.com/L56JJhZAvezGSOeiPSSsdE
આપનો સ્નેહ અને સહયોગ સદાય મળતો રહે તેવી અભ્યર્થના સહ,
પ્રકાશક / તંત્રી
દિનેશભાઈ ડી. ચૌહાણ
શ્રી રૂણી પ્રાથમિક શાળા,
તા. : ધાનેરા, જિ. : બનાસકાંઠા
9712824892




















No comments:
Post a Comment